Gyan Sadhana Scholarship Scheme 2023: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2023 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. જેથી આ પોસ્ટ પુરી વાંચવા વિનંતી.

Gyan Sadhana Scholarship 2023
યોજના | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
અમલીકરણ વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ | ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000 |
ફોર્મ ભરવાની તારીખો | 11-5-2023 થી 26-5-2023 |
પરીક્ષા તારીખ | 11-6-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
પસંદગી | પરીક્ષા દ્વારા |
જ્ઞાન સાધના સ્કોલરશીપ પાત્રતા (Gyan Sadhana Scholarship)
Gyan Sadhana Scholarship 2023; આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
- અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.
પરીક્ષા ફી– Exam Fees
- આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.
કસોટીનુ માળખુ– Structure of the test
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
- આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
- કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
કસોટી | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
Online Application Process
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
- તેમા Apply Online પર ક્લીક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
- ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
- છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
Gyan Sadhana Scholarship Notification PDF | અહીં ક્લિક કરો |
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |