Career Guidance Gujarat 2023: ધોરણ 10 પછી શું કરવુ? ધોરણ 12 પછી શું કરવુ ? શું તમે કારકિર્દી માર્ગદર્શન અંક શોધી રહ્યા છો ? Are You Searching for Karkirdi margadarshan ? ધોરણ 10 અને 12 પુરૂ કર્યા બાદ દરેક વાલીઓ પોતાના બાળકને આગળ કયો અભ્યાસક્ર્મ પસંદ કરવોત એની મથામણ મા હોય છે. આ પોસ્ટમા આપણે ધોરણ 10 પછી શુ ? અને ધોરણ 12 પછી શું ? તે કારકિર્દી માર્ગદર્શન મેળવીશુ.
ધોરણ ૧૦ પછી શું ?
ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્ય રસ્તાઓની વાત કરીએ તો :
- (૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યાસ
- (૨) ડિપ્લોમાં એન્જિનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ
- (૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ
- (૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ
- (૫) ફાઇન આર્ટ ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ
- (૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ
- (૭) કેટલાક પ્રોફેશ્નલ કોર્સમાં અભ્યાસ અથવા
- (૮) આગળ અભ્યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું

Career Guidance Gujarat 2023
કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી થતા કોર્સની વાત કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરન 10 પછી કરી શકાય તેવા કોર્સ નીચે મુજબ છે. Career Guidance Gujarat
- એંજીનીયરીંગ ડીપ્લોમા
- ડીગ્રી એંજીનીયરીંગ
- ફાઇન આર્ટ ડીપ્લોમા
- આર્ટ ટીચર ડીપ્લોમા
- આઇ.ટી.આઇ.
- રેલવે ટીકીટ કલેકટર કોર્સ
- બેંક ક્લેરીકલ એકઝામ
- ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
- સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
- ડીપ્લોમા ઇન ફાર્મ
- ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ
- વીવીધ ડીપ્લોમા કોર્સ
- ડેટા એન્ટ્રી ઓપરેટર
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસ માટે મુખ્ય બે પ્રવાહો છે : (૧) સામાન્ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.
સામાન્ય પ્રવાહમાં અભ્યાસ :
- (૧) આર્ટસના વિષયો રાખીને અથવા (Career Guidance Gujarat)
- (૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે