બરવાળા નગરપાલિકા ભરતી 2023: મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત (વર્ષ 2023/24) માટે બરવાળા નગરપાલિકા, જી બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, સેનેટરી ઇન્સ્પેકટર અને સર્વેયર એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બરવાળા નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | બરવાળા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 |
પોસ્ટ નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | 10 |
સંસ્થા | બરવાળા નગરપાલિકા |
અરજી છેલ્લી તારીખ | 27-03-2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
બરવાળા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
બરવાળા નગરપાલિકા દ્વારા 10 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે જેને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
ટ્રેડનું નામ | લાયકાત | જગ્યા |
કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | ITI કે તેથી વધુ | 6 |
સેનેટરી ઇન્સ્પેકટર | ITI કે તેથી વધુ | 3 |
સર્વેયર | ડીપ્લોમાં સિવિલ | 1 |
વય મર્યાદા
18 થી 35 વર્ષ સુધી રહેશે.
સ્ટાઇપેન્ડ
સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી ઉમેદવાર આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારે અરજી કરી શકશે નહી.
તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.
કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજનાના ટ્રેડનું નામ લખવાનું રહેશે.
ઉમેદવારોએ અરજી તારીખ 27-03-2023 સુધીમાં રજી.એડી. / સ્પીડ પોસ્ટ / કુરિયરથી ચીફ ઓફિસર, બરવાળા નગરપાલિકાના નામથી મોકલી આપવાની રહશે.
નોંધ: અમારો મુખ્ય ઉદ્દેશ આપના સુધી નવી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ખરાઈ કરી લ્યો.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
બરવાળા નગરપાલિકા ભરતી 2023 અરજી તારીખ?
તારીખ 27-03-2023