મોદી સરકાર આપશે ચીનને ફટકો, આ ipoના શેર નઇ ખરીદી શકે ચીની ઇન્વેસ્ટર્સ

ભારતે ચીનને મોટો ફટકો આપ્યો છે. ચીની રોકાણકારો સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ના શેર ખરીદી શકશે નહીં. એલઆઈસીનો આઈપીઓ આગામી કેટલાક મહિનાઓમાં આવવાનો છે અને કેન્દ્રની મોદી સરકાર ચીની રોકાણકારોને તેના શેર ખરીદતા રોકવા માંગે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર LICના IPOમાં વિદેશી રોકાણને મંજૂરી આપવા વિચારી રહી છે.

12.2 અબજ ડોલર હોઈ શકે છે IPO

તમને જણાવી દઈએ કે, દેશનું સૌથી મોટું વીમા ક્ષેત્ર LIC 500 અબજ ડોલરથી વધુની સંપત્તિ ધરાવે છે અને જીવન વીમા બજારમાં તેનો હિસ્સો 60 ટકાથી વધુ છે. આગામી કેટલાક મહિનાઓમાં LIC દ્વારા લોન્ચ કરવામાં આવનાર IPOની કિંમત 12.2 અબજ ડોલરનું હોઈ શકે છે. તેનો આઈપીઓ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થઈ શકે છે. આ આઈપીઓમાં વિદેશી રોકાણને મંજૂરી આપવાની સરકારની યોજના છે. ચર્ચા છે કે, સરકાર આ IPOમાં વિદેશી રોકાણકારોને પણ મંજૂરી મળી શકે.

ચીની રોકાણકારો જોખમ વધારી શકે છે

આ બધાની વચ્ચે એવા પણ સમાચાર છે કે સરકાર એલઆઈસીના આ આઈપીઓમાં 12.2 અબજ ડોલરના વિદેશી રોકાણકારોને સામેલ કરવા માંગે છે. પરંતુ તે ચીની રોકાણકારોને તેનાથી દૂર રાખવાના મૂડમાં જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, સરહદ પર ભારત-ચીન સંઘર્ષને કારણે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. આનાથી માત્ર બે દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો જ ઘટ્યા નથી. પરંતુ પરસ્પર વિશ્વાસ અને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એલઆઈસીના આ આઈપીઓમાં ચીની રોકાણકારોના સમાવેશથી જોખમ વધી શકે છે.

ગલવાન હિંસા બાદ બંને દેશોમાં તણાવ વધ્યો હતો

નોંધનીય છે કે, ગયા વર્ષે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસી ગયા છે. આ અથડામણમાં લગભગ 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તે બાદ ભારતમાં વેચાયેલી ઘણી ચીની પ્રોડક્ટ્સ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ઘણા ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ અને ચીની માલની આયાત જેવા પગલાઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *